ચૂંટણી સમયે મતદાતા વધુમાં વધુ મતદાન કરી શકે તે માટેની તૈયારી કરવામાં આવી રહી છે.આગામી સમયમાં તમે કોઈ પણ અન્ય શહેરમાં રહીને પોતાના ક્ષેત્રમાં મત નાંખી શકશો. તેના માટે આધાર અને વોટર કાર્ડને લિંક કરવામાં આવશે. તેના માટે જરૂરી કાયદામાં બદલાવ માટે કેબિનેટમાંથી મંજૂરી મળવાની રાહ છે.
જલ્દી સરકાર આધાર કાર્ડને વોટર કાર્ડની સાથે લિંક કરવાની તૈયારી કરી રહી છે. અત્યારે તેના ટેક્નિકલ પાસાઓ ઉપર વિચાર કરવામાં આવી રહ્યો છે. આધારને વોટરકાર્ડની સાથે લિંક કરવા માટે ટેક્નિકલ સુરક્ષા પર સૌથી વધારે ધ્યાન આપવામાં આવશે. તેમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે કે, આધારનું સર્વર લિંક ચૂંટણીપંચના સર્વર સાથે જોડવામાં ન આવે. તેના માટે ફક્ત આધારનાં આંકડાઓનો જ ઉપયોગ કરવામાં આવશે.
દરેક મતદાતા પર હશે એક વોટર કાર્ડ
જો કોઈ મતદાતા પાસે એકથી વધુ મતદાર કાર્ડ હશે, તો મતદાતાને પુછીને ફક્ત એક જ રાખવામાં આવશે. બાકીનું બધું રદ કરવામાં આવશે. જો કે, આધારકાર્ડ ન હોય તો પણ મતદાર ઓળખકાર્ડ માન્ય રહેશે. જો તમે મતદાનના દિવસે બીજા કોઈ શહેરમાં છો, તો પછી તમે ચૂંટણી પંચને અગાઉથી જાણ કરીને મતદાન સ્થળ શોધી શકો છો. IIT ચેન્નાઈ આ સિસ્ટમ માટે એક વિશેષ સોફ્ટવેર તૈયાર કરી રહ્યું છે જેમાં બ્લોક ચેન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
કાયદા મંત્રાલયની મળી સહમતિ
કાયદા મંત્રાલયે વોટર આઈકાર્ડ સાથે આધારકાર્ડને જોડવાના ચૂંટણી પંચના પ્રસ્તાવ પર પણ સંમતિ આપી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કાયદા મંત્રાલયે પણ ચૂંટણી પંચના પ્રસ્તાવ પર સંમતિ દર્શાવી છે. આ માટે સરકાર ચૂંટણી પંચને કાનૂની સત્તા આપશે. વોટર ID ને આધાર સાથે જોડીને, બનાવટી અને ડુપ્લિકેટ મતદારોને દૂર કરી શકાય છે.