અત્યાર સુધી લોકોને પાન કાર્ડ બનાવવા માટે બે પેજનું ફોર્મ ભરવુ પડતુ અને મહિનાઓ સુધી આ કાર્ડની રાહ જોતા હતા, પરંતુ હવે આ સમસ્યાનું સમાધાન સરકારે કરી દીધુ છે. આયકર વિભાગે પાન કાર્ડ માટે એક નવી સુવિધા જાહેર કરી છે, જે હેઠળ આધાર કાર્ડની મદદથી માત્ર 10 મિનિટમાં પાન કાર્ડના બનાવી શકાશે. તો આવો જાણીએ પાન કાર્ડ અપ્લાઈ કરવાની રીત
પાન કાર્ડ અપ્લાઈ કરવાની રીત
- સૌ પ્રથમ આયકર વિભાગની વેબસાઈટ પર જાઓ અથવા આ લિંક પર ક્લિક કરો. ત્યારબાદ ડાબી બાજુ દેખાઈ રહેલા “Instant PAN through Aadhaar” ના વિકલ્પ પર ક્લિક કરો.
- ત્યારબાદ તમને બે વિકલ્પ મળશે જેમાં “Get New PAN” અને “Check Status/Download PAN” નો સમાવેશ થાય છે. તેમાથી “Get New PAN” પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારો આધાર કાર્ડનો નંબર નાખો અને કેપ્ચા કોડને નાખો. જેથી તમારા આધાર કાર્ડ સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે. જે OTP ને નાખ્યા બાદ ઈ-મેલ આઈડી નાખો અને પાન કાર્ડ માટે જરૂરી માહિતીને ભરી દો.
- ફોર્મ ભર્યા બાદ માત્ર 10 મિનિટમાં તમને તમારો પાન નંબર મળી જશે. જેને તમે PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો. અપ્લાઈ કર્યા બાદ આ વેબસાઈટ થકી તમે “Check Status/Download PAN” ના વિકલ્પ પર ક્લિક કરીને પાન કાર્ડને PDFમાં ડાઉનલોડ કરી શકશો. જો તમે હાર્ડ કોપી કાઢવા માગો છો તો, તમે તેના માટે 50 રૂપિયાની ચૂકવણી કરવી પડશે.