નહીં હોય. તસ્વીર હોય કે વીડિયો ફેસબુક પર આપણે દરેક પ્રકારની પોસ્ટ કરીએ છીએ અને આજ કારણ છે કે સિક્યોરિટીને લઈને ડર રહે છે. ઘણી વખત એવું બને છે કે આપણે ફેસબુક ઓફિસમાં ખુલ્લું મુકી દઈએ છીએ. તો આવામાં એવું જાણવું ખૂબ જરૂરી છે કે આપણાં સિવાય બીજી કઈ જગ્યા પર આપણું ફેસબુક લોગઈન છે. તો તમને જણાવી દઈએ કે આ જાણવું ખૂબ જ સરળ છે કે તમારા ફોન ઉપરાંત બીજી કઈ જગ્યા પર ફેસબુર ચાલી રહ્યું છે.
આ રીતે જાણો કઈ જગ્યા પર Facebook ખુલ્લુ છે
- આ માટે સૌથી પહેલા Facebook ઓપન કરી Settingsમાં જાઓ. સેટિંગ્સનું ઓપ્શન ખુલતાજ યુઝરની સામે લેફ્ટ સાઈટ પર ઘણા ઓપ્શન આવી જશે.
- તેમાં યુઝર્સને બીજા નંબર પર ‘Security and Login’નું ઓપ્શન જોવા મળશે.
- તેના પર ટેપ કરતા જ યુઝર્સની સામે એક પેજ ઓપન થઈ જશે. તે પેજ પર ‘Where You’re logged In’નું ઓપ્શન મળશે.
- અહીં તમને એક ડિવાઈઝનું નામ આપવામાં આવશે. જ્યાં તમારું ફેસબુક login(Active) છે.
- તે ઉપરાંત અહીં ડિવાઈસના નામની સાથે જ તમને Time પણ દેખાઈ જશે. જેમાં તમે જોઈ શકો છો કે કેટલા વાગે અથવા કેટલા દિવસ પહેલા લોગઈન કરવામાં આવ્યું હતું.
ક્યાંય પણ ચાલી રહેલા Facebookને આ રીતે કરો Logout
જ્યાં તમને લોગઈન થયેલા ડિવાઈસની લિસ્ટ જોવા મળશે. તેની જ સામે ત્રણ ડોટ જોવા મળશે. ત્રણ ડોટ પર ટેપ કરશો તો ‘Log Out’નું ઓપ્શન મળશે. તે ઉપરાંત જો તમે દરેક ડિવાઈસથી એક સાથે Log Out કરવા ઈચ્છો છો તો નીચેની તરફ ‘Log Out of all Session’ પર ટેબ કરી દો. આ રીતે ક્યાંય પણ ચાલી રહેલું ફેસબુક એકાઉન્ટ Log Out થઈ જશે.