આધાર કાર્ડ આપણાં દેશમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ઘણી વખત આપણે આ કાર્ડના ખોવાઈ જવાના અને ખરાબ થવાના ડરને કારણે તેને આપણી સાથે રાખી શકતા નથી, પરંતુ શું તમને ખબર છે કે, તમે તેની વર્ચ્યુઅલ કોપીને પણ ઘર બેઠા ડાઉનલોડ કરી શકો છે. તે માટે તમારે કોઈપણ પ્રકારની ફી આપવાની જરૂર હોતી નથી અને આ બધી જ જગ્યાઓ પર માન્ય રાખે છે. તો અમે તમને આજે આધાર કાર્ડને કેવી રીતે ડાઉનલોડ કરવું તેની સરળ રીત જણાવીશું.
આધાર કાર્ડ આ રીતે કરો ડાઉનલોડ
- સૌ પ્રથમ uidai.gov.in ની વેબસાઈટને ઓપન કરો
- ત્યારબાદ આધાર ઈનરોલમેન્ટ સેક્શનમાં જઈને Download Aadhaar પર ક્લિક કરો.
- આગલુ પેજ ઓપન થતાની સાથે જ પ્રિફરેન્સમાં માસ્ક્ટ આધાર સિલેક્ટ કરો અને આધાર નંબર, વર્ચુઅલ આઈડી/ઈનરોલમેન્ટ આઈડી જેના પણ દ્વારા ડાઉનલોડ કરવા માગો છો તેની પસંદગી કરી લો.
- ત્યારબાદ તમારી બધી જ માહિતી નાખો અને કેપ્ચા એન્ટર કરો અને ફરી રિક્વેસ્ટ OTP બટન પર ક્લિક કરી દો.
- મોબાઈલ પર UIDAI તરફથી એક OTP મોકલવામાં આવશે, જેને સંબંધિત બોક્સમાં એડ કરો અને બાદમાં ડાઉનલોડ આધાર પર ક્લિક કરો.
- આધાર ડાઉનલોડ થયા બાદ નામની શરૂઆતના ચાર અક્ષર અને જન્મનું વર્ષ એડ કરી PDF ફાઈલને ઓપન કરી લો.
- હવે પોતાના માસ્ક્ડ આધારનું પ્રિન્ટ આઉટ લઈ લો. જેનો વપરાશ યૂઝર ઓફલાઈન વેરિફિકેશન માટે કરી શકે છે.
દેશમાં 125 કરોડ લોકો પાસે છે આધારકાર્ડ
ડિસેમ્બર 2019માં યૂનિક આઈડેન્ટિફિરેશન ઓથોરિટ ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ પ્રમાણે દેશમાં રહેતા 125 કરોડ નાગરિકોના આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં આધાર પ્રજેક્ટને વર્ષ 2010માં લાગુ કરવામાં આવ્યો હતો.