તમારે આધારકાર્ડ બનાવવુ છે અને કાર્ડમાં કોઈપણ પ્રકારની ભૂલ થઈ છે, જેને તમે સુધારવા માગો છો ? તો હવે તેના માટે તમે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ બુક કરી શકો છો. ભારતીય વિશિષ્ટ પહચાન પ્રાધિકરણ (UIDAI) એ ઘણા શહેરોમાં આધાર સેવા કેન્દ્ર શરૂ કર્યુ છે. આ સેવા કેન્દ્ર પાસપોર્ટ કેન્દ્રની જેમ જ કામ કરશે. જ્યાં તમે તમારુ નવુ આધારા બનાવવા સિવાય પોતાનું નામ અપડેટ, અડ્રેસ અપડેટ, મોબાઈલ નંબર અપડેટ, ઈ-મેનલ આઈડી અપડેટ, જન્મતિથિ અપડેટ, જેન્ડર અપડેટ અને બાયોમીટ્રિક અપટેડ (ફોટો + ફિંગરપ્રિન્ટ + આઈરિસ) કરાવી શકો છો.
આવી રીતે લો ઓનલાઈન એપોઈન્ટમેન્ટ
- આ સેવા હેઠળ આધાર સેવા કેન્દ્ર પર તમારી ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવા માટે સૌ પ્રથમ તમે UIDAI ની વેબસાઈટ https://uidai.gov.in/ પર વિઝિટ કરો.
- જ્યાં હોમ પેજ ખુલશે. તેમાં પ્રથમ સેક્શન છે My Aadhaar પર mouse cursor રાખો અને નીચે બીજા નંબર પર Book an Appointment ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો,
- હવે બુકિંગનું પેજ ખુલશે. જ્યાં તમારુ સિટી અથવા લોકેશનને પસંદ કરો. હવે નવા પેજની પોતાની જરૂરિયાત પ્રમાણે સેવાને પસંદ કરો.
- આ જગ્યાએ મોબાઈલ નંબર અને કેપ્ચા ભરવાનું રહેશે. ત્યારબાદ OTP જનરેટ થશે
- OTP વેરિફિકેશન બાદ બીજુ પેજ ખુળશે જ્યાં તમારી પાસે માગવામાં આવેલી જાણકારી ભરીને NEXT બટન પર ક્લિક કરો
- ત્યારબાદ બીજુ પેજ ખુલશે જેમાં તમે તમારા હિસાબથી દિવસ અને સમયને પસંદ કરી શકો છો
- આગળના પેજમાં તમને તમારી એપોઈન્ટમેન્ટ સંબંધિત જાણકારી દેખાશે. જાણકારી સાચી હોવા પર તેને સબમિટ કરી દો. તમારી સામે તમારી અપોઈન્ટમેન્ટ ડિટેલ આવી જશે.
દેશમાં 125 કરોડ લોકોની પાસે છે આધાર કાર્ડ
ડિસેમ્બર 2019માં યૂનિક આઈજેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર આંકડાઓ પ્રમાણે દેશમાં રહેતા 125 કરોડ નાગરિકોના આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે. દેશમાં આધાર પ્રોજેક્ટને 2010માં લાગુ કરવામાં આવ્યો હતો.