ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. વીડિયો-મેસેજ કરવા એ હવે કોઇ નવી વાત રહી નથી. એક ફાઇલને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા કે કોઇને મોકલવા તમે વોટ્સએપ, ટેલિગ્રામ જેવી એપનો ઉપયોગ કરતા હશો. ટેલિગ્રામે થોડા સમય પહેલા એક નવું અપડેટ બહાર પાડ્યું હતું, જેમાં 2GB સુધીની ફાઇલો મોકલી શકાય. જો તમે વોટ્સએપ વાપરતા હશો તો તમને ફક્ત 100MB સુધીની ફાઇલોને શેર કરવાની મંજૂરી આપે છે.
જો તમારે કોઈ મોટી ફાઇલ અથવા વિડિઓ મોકલવી હોય, તો તમારે Dropbox અથવા WeTransfer પર નિર્ભર રહેવું પડશે. ટેલિગ્રામમાં અત્યાર સુધી 1.5GB સુધી ફાઇલો માટે સપોર્ટ પૂરો પાડવામાં આવતો હતો.
પરંતુ જો તમે ટેલિગ્રામ યૂઝર્સ નથી અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માંગતા નથી અને 100MB કરતા વધારે ફાઇલો વોટ્સએપ દ્વારા મોકલવા માંગો છો તો તમારે શું કરવુ તે અમે અહીં જણાવી રહ્યા છીએ.
જો તમારે મોટી ફાઇલ સેન્ડ કરવી હોય તો ગૂગલ ડ્રાઇવ જેવા ક્લાઉડ સ્ટોરેજ સોલ્યુશન્સ અસ્તિત્વમાં છે. તેઓ તમને 50GB સુધીની ફાઇલો મફત અપલોડ કરવાની મંજૂરી આપે છે. ગૂગલ તમને દર મહિને 130 રૂપિયાના દરે 100GB સ્પેસ આપે છે.
તમે મેસેજિંગ એપ્લિકેશન દ્વારા મોટી ફાઇલો મોકલવા માટે ગૂગલ ડ્રાઇવની મદદ લઈ શકો છો. હાલમાં વોટ્સએપ તમને 100MB ની નિયમિત ફાઇલો આપે છે અને 16MB સુધીની વીડિયો ફાઇલો મોકલવાની મંજૂરી આપે છે. ગૂગલ ડ્રાઇવ અહીં તમને મદદ કરશે.
કેવી રીતે જાણો સ્ટેપ બાય સ્ટેપ
100MB થી વધુની ફાઇલોને આ રીતે વોટ્સએપ દ્વારા મોકલો:
સૌ પ્રથમ ગૂગલ ડ્રાઇવ ખોલો અને સ્ક્રીનની નીચે જમણા ખૂણામાં ‘+’ ચિહ્ન પર ટેપ કરો. પછી અપલોડ ફાઇલમાં ટેપ કરો અને તેને પસંદ કરો. ફાઇલ અપલોડ થતાંની સાથે જ તમે તેને એપ્લિકેશનમાં ટોપ પર જોઇ શકશો.
ત્યારબાદ તમારે ત્રણ ડોટ બટન પર ટેપ કરવું પડશે અને ‘લિંકને કોપિ કરો’ પસંદ કરવું પડશે. આ ફાઇલ તમારા સ્માર્ટફોનના ક્લિપબોર્ડમાં કોપી થશે. ત્યારબાદ વોટ્સએપ ખોલો, લિંકને પેસ્ટ કરો અને શેર બટન દબાવો. છેને ખુબજ સરળ તો હવે તમે આ રીતે મોટી ફાઇલને સેન્ડ કરી શકો છો.